VIDEO: હૂતી મિસાઈલોથી ધ્રૂજ્યું સાઉદી અરેબિયા, મસ્જિદને અને સૈન્ય બેઝને નુકસાન
હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા પર સતત હુમલા કરી રહ્યા છે. આ વખતે વિદ્રોહીઓની મિસાઈલની ઝપેટમાં એક મસ્જિદ આવી ગઈ હતી, આ સિવાય અસંખ્ય ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હૂતીઓએ આ એટેક સાઉદી અરેબિયાના જાઝાન પ્રાંતમાં કર્યો છે. બિન-સરકારી સંગઠનોના જણાવ્યા અનુસાર આ લડાઈમાં અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મોત થયા છે. સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે, યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણી જાઝાન વિસ્તારમાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા છે, અને એક મસ્જિદ ક્ષતિગ્રસ્ત થઈ છે તથા અન્ય મસ્જિદોને નુકસાન પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થયેલી આ લડાઈમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે, અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

