Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Horrific Ebola virus outbreak in Congo: 50 dead in 24 hours, UN calls for urgent global aid as situation spirals out of control

VIDEO: કોંગોમાં ઇબોલા વાયરસનો ભયાનક પ્રકોપ: 24 કલાકમાં 50 મોત, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં UN દ્વારા વૈશ્વિક સહાયની તાકીદની અપીલ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઇબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના બે વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક ધોરણે રાહત પ્રયાસો વધારવા હાકલ કરી છે. કાંગોમાં આ રોગચાળો બચાવ કામગીરી કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. યુએનના વરિષ્ઠ ઇબોલા સંયોજક જ્યુલિયન હાર્નીસ અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP)ના કાર્યકારી નિયામક કાર્લ સ્કાઉએ કાંગોના ઇતુરી પ્રાંતની રાજધાની બૂનિયાથી એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ગંભીર પરિસ્થિતિ અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બૂનિયા હાલમાં આ ઇબોલા પ્રકોપનું મુખ્ય કેન્દ્ર બનેલું છે.

App Store

રોગચાળાની ગંભીર સ્થિતિ અને ઝડપી ફેલાવો

અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, કાંગોમાં માત્ર 24 કલાકમાં ઇબોલાના કારણે 50 લોકોના મોત થયા છે. અહીં દર 20 દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે, જે બચાવ ટુકડીઓની કામગીરી કરતાં ઘણી વધારે સ્પીડથી આગળ વધી રહી છે.

WFPના નિયામક કાર્લ સ્કાઉના જણાવ્યા અનુસાર, કાંગોમાં આ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો ઇબોલા સંકટ છે. ભૂતકાળની સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકામાં જ્યારે 1000 લોકોના મોત માટે 8 મહિનાનો સમય લાગ્યો હતો, તેની સામે કાંગોમાં છેલ્લા માત્ર બે મહિનામાં જ 1000 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

ભૂખમરો અને સંઘર્ષની વચ્ચે નવું સંકટ

પૂર્વ કાંગોમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક સંઘર્ષને કારણે સ્થિતિ વધુ વણસી છે. હાલમાં આશરે 1 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષા અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ઇબોલાનું કેન્દ્ર ગણાતા ઇતુરી વિસ્તારમાં જ લગભગ 20 લાખ લોકોને તાત્કાલિક અનાજ અને ખાદ્ય સહાયની જરૂરિયાત છે. રોગચાળો અને ભૂખમરો બંને એકસાથે આવતા સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

વૈશ્વિક સમુદાય પાસે મદદની અપીલ અને સીમાઓ ખુલ્લી રાખવા માંગ

યુએનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધુ ફંડિંગ, તબીબી સામગ્રી, મેડિકલ ટીમો અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાની મંજૂરી ખૂબ જ જરૂરી છે. જ્યુલિયન હાર્નીસે વિશ્વના દેશોને તેમની સીમાઓ ખુલ્લી રાખવા વિનંતી કરી છે, જેથી રાહત કાર્યકરો અને જરૂરી તબીબી સાધનો વગર કોઈ અવરોધે કાંગો સુધી પહોંચાડી શકાય.

તાત્કાલિક ફંડિંગની જરૂરિયાત

આ સંકટને પહોંચી વળવા માટે નાણાકીય ભંડોળની ભારે અછત વર્તાઈ રહી છે. કાંગો માટે સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સહાય યોજના અંતર્ગત 2.1 અબજ ડોલરની જરૂરિયાત છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 45 ટકા ફંડિંગ જ મળી શક્યું છે. આ ઉપરાંત, WFPને આગામી 6 મહિનામાં કાંગોમાં માત્ર લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સંભાળવા માટે જ 7.6 કરોડ ડોલરની તાકીદની જરૂર છે, જેમાં ખોરાકનો ખર્ચ સામેલ નથી.