VIDEO: નેપાળ અને તિબ્બતમાં પૂરની ભારે હોનારત, 768ના મોત અને 3000થી વધુ લાપતા
સોર્સ : gstv
નેપાળ સરકાર દ્વારા પૂરની ભયાનક હોનારતમાં મોતના નવા આંકડા જાહેરક રાયા છે.. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 752 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ચીને તિબ્બત વિસ્તારમાં વધુ મૃત્યુ સાથે કુલ 16 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ હોનારતમાં ગુમ થયેલા લોકોની સંખ્યા 2502 સુધી પહોંચી છે, જેમાં તિબ્બતના લાપતા લોકોને ઉમેરતા આ આંકડો 3000ને પાર કરી ગયો છે. નેપાળમાં ગુમ થયેલા વિદેશી નાગરિકોની સંખ્યા 104 જેટલી છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8730 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી છે.

