ઈન્ડોનેશિયામાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સોર્સ : google
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સ્કૂલ સંકુલની અંદર આવેલી એક મસ્જિદમાં નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો. મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
જકાર્તા પોલીસ વડા એસેપ એડી સુહેરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પોલીસ ઉત્તર જકાર્તાના કેલાપા ગેડિંગમાં વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મસ્જિદને ખાસ નુકસાન પહોંચ્યું નથી. બચાવ રાહત ટીમ ઈજાગ્રસ્તોને વહેલી તકે સારવાર મળે તે માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી રહી છે.

