Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Devastating earthquake hits Venezuela again: 1430 bodies pulled from rubble

વેનેઝુએલામાં ફરી આવ્યો વિનાશક ભૂકંપ: કાટમાળમાંથી કાઢવામાં આવી 1430 લાશો; 68 હજારથી વધુ લોકો ગુમ

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વેનેઝુએલામાં ફરી આવ્યો વિનાશક ભૂકંપ: કાટમાળમાંથી કાઢવામાં આવી 1430 લાશો; 68 હજારથી વધુ લોકો ગુમ
સોર્સ : gstv

કરાકાસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા (Venezuela) માં 25 જૂને આવેલા બે ભીષણ ભૂકંપના ઝટકા હજારો લોકોની જિંદગીઓ ગળી ગયા છે. સત્તાવાર અહેવાલો મુજબ, આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 1430 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જો કે, આ આંકડો હજુ ખૂબ મોટો થવાની આશંકા છે, કારણ કે સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પરિવારોએ અત્યાર સુધીમાં અંદાજે 68,900 થી વધુ લોકો ગુમ (Missing) હોવાની ફરિયાદ નોંધાવી છે. મલબામાંથી સતત મૃતદેહો નીકળી રહ્યા છે, જ્યારે દેશના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ભૂકંપના આફ્ટરશોક્સ (Aftershocks) અનુભવાઈ રહ્યા છે. રાજધાની કરાકાસ અને મારાકેમાં પણ 4.9 ની તીવ્રતાના ઝટકા નોંધાયા છે.

App Store

કાટમાળ હટાવવા લોકો પોતે જ મેદાને ઉતર્યા

ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયેલા લા ગ્વાયરા (La Guaira) રાજ્યમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બચાવ ટીમોની અછતને કારણે લોકો પોતાના પ્રિયજનોની શોધમાં પાવડા, ભારે મશીનો, દોરડા અને પોતાના ખુલ્લા હાથોથી જ કોંક્રિટના પહાડો હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આપત્તિમાં 3360 થી વધુ લોકો ઘાયલ (Injured) થયા છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, શનિવારે કાટમાળ નીચેથી અંદાજે 250 જેટલા લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે લોકોને અત્યારે લા ગ્વાયરા તરફ મુસાફરી ન કરવા અને પોલીસ, સિવિલ પ્રોટેક્શન તથા ફાયર બ્રિગેડની ગાડીઓ માટે રસ્તાઓ ખુલ્લા રાખવા અપીલ કરી છે.

1000 થી વધુ ઈમારતો જમીનદોસ્ત, એરપોર્ટ-બંદરને ભારે નુકસાન

અહેવાલ મુજબ, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તાર અને રાજધાની કરાકાસમાં સેંકડો ઈમારતો, હોસ્પિટલો અને શોપિંગ સેન્ટરો પત્તાની મહેલની જેમ તૂટી પડ્યા છે. આ સિવાય અન્ય 1000 જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે.

સૌથી વધુ તબાહી લા ગ્વાયરા વિસ્તારમાં થઈ છે, જ્યાં દેશનું મુખ્ય બંદર (Port) અને સિમોન બોલિવર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Simon Bolivar International Airport) આવેલું છે.

આંતરિક બાબતોના મંત્રી ડિઓસડાડો કાબેલોના જણાવ્યા અનુસાર, કરાકાસના લોસ પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરા વિસ્તારો ઉપરાંત અરાગુઆ, કારાબોબો અને ફાલ્કન જેવા ઉત્તરીય દરિયાકાંઠાના રાજ્યો ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

વૈશ્વિક સ્તરે મદદનો હાથ લંબાયો (Global Relief Operations)

આ ભયાનક આપત્તિ બાદ વેનેઝુએલામાં આંતરરાષ્ટ્રીય રાહત અને બચાવ ટીમો (International Rescue Teams) પહોંચવાનું શરૂ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવતાવાદી બાબતોના વડા ટોમ ફ્લેચરે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે વૈશ્વિક સહાય અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

બ્રિટન, યુએસએ, નેધરલેન્ડ, મેક્સિકો અને સ્વિટ્ઝર્લેન્ડે પોતાની સ્પેશિયલ સર્ચ ટીમ, તાલીમ પામેલા શ્વાન જૂથો (Dog Squads) અને ડ્રોન મોકલ્યા છે. અમેરિકાએ રાહત સામગ્રીની સાથે યુદ્ધ જહાજો, પરિવહન વિમાનો અને 15 કરોડ ડોલર (આશરે ₹1,415.40 કરોડ) ની નાણાકીય સહાય (Financial Assistance) ની પણ જાહેરાત કરી છે.