મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માત્ર 25 વર્ષના એ ત્રણ લબરમૂછિયા, જેમના આંદોલનથી બાંગ્લાદેશમાં થયો તખ્તાપલટ

બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી અનામત વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું. આ ચળવળ સામે શેખ હસીનાએ કડક પગલાં લીધા તો આ

માત્ર 25 વર્ષના એ ત્રણ લબરમૂછિયા, જેમના આંદોલનથી બાંગ્લાદેશમાં થયો તખ્તાપલટ

બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી અનામત વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું. આ ચળવળ સામે શેખ હસીનાએ કડક પગલાં લીધા તો આખું આંદોલન તેમને સત્તા પરથી હટાવવાના આંદોલનમાં ફેરવાઈ ગયું. અંતે બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી બધી વણસી કે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દઈને દેશ છોડીને ભાગી ગયા. બાંગ્લાદેશમાં આટલું મોટું હિંસક આંદોલન અચાનક કેવી રીતે ઉભું થયું અને તેની પાછળ કોણ હતું તે જાણવાનું જરૂર મન થાય. 

બાંગ્લાદેશમાં ભભૂકી ઉઠેલી હિંસા અને તખ્તાપલટ પાછળ જવાબદાર છે આ ત્રણ વિદ્યાર્થીઓ. ઢાકા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ - નાહીદ ઇસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદાર અનામત સામેના આંદોલનના નેતા હતા. રિપોર્ટ મુજબ ત્રણેયનું 19 જુલાઈના રોજ અપહરણ કરીને આકરી પૂછપરછ કરવામાં આવી સાથે ઉત્પિડન પણ થયું. પછી 26 જુલાઈએ છોડી દેવામાં આવ્યા. આ પછીથી આ લોકોએ ફરીથી અનામત આંદોલનને આગળ વધાર્યું અને લગભગ 10 દિવસમાં જ સમગ્ર બાંગ્લાદેશમાં બળવો થયો. હાલમાં સેનાના હાથમાં કમાન છે. વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ ત્રણ વિદ્યાર્થી નેતાઓની પણ મહત્વની ભૂમિકા છે.

આંદોલનનો ચહેરો બનનાર નાહીદ ઇસ્લામ

ત્રણેયે આજે ​​એક વિડિયો જાહેર કરીને એલાન કર્યું કે, વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસ હશે, જેઓ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી છે. આંદોલનનો સૌથી મોટો ચહેરો નાહિદ ઇસ્લામ વિશે વાત કરીએ તો, તે ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે. તે એ આંદોલનનો નેતા છે, જેનું નામ સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન મુવમેન્ટ છે. SADMના બેનર હેઠળ વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે. આ અંતર્ગત 30 ટકા આરક્ષણ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારા લોકોના પરિવારજનોને મળે છે.

બાંગ્લાદેશમાં કુલ 56 ટકા અનામત પ્રથમ અને બીજા વર્ગની નોકરીઓમાં મળે છે. આ સિસ્ટમ ભેદભાવવાળી અને રાજકિય લાભ માટે થાય છે. નાહીદ ઇસ્લામના અન્ય સહયોગી આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં ભાષા શાસ્ત્રનો વિદ્યાર્થી છે. અબુબકર મજુમદાર પણ ઢાકા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરે છે. તે ભૂગોળનો વિદ્યાર્થી છે અને બાંગ્લાદેશનો ઈતિહાસ બદલવામાં વ્યસ્ત છે. આંદોલનમાં ભાગ લેવા બદલ અબુ બકરનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે. 

આ સમાચાર શેર કરો