Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Confession of the terrorist army! More than 30 terrorists were killed by 'Indian agents' in Pakistan!

આતંકી લશ્કરનો કબૂલાતનામો! પાકિસ્તાનમાં ૩૦થી વધુ આતંકીઓને ‘ઈન્ડિયન એજન્ટ્સે’ પતાવી દીધા!

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
આતંકી લશ્કરનો કબૂલાતનામો! પાકિસ્તાનમાં ૩૦થી વધુ આતંકીઓને ‘ઈન્ડિયન એજન્ટ્સે’ પતાવી દીધા!
સોર્સ : gstv

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ઓપરેટિવે જાહેર સભામાં દાવો કર્યો છે કે છેલ્લા 3થી 4 વર્ષમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં તેમના 30 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

App Store

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં લશ્કરના ઓપરેટિવ રિઝવાન હનીફે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ "અજ્ઞાત હુમલાખોર મોડેલ" દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો છે.

પાકિસ્તાનના આ શહેરોમાં આતંકીઓ બન્યા નિશાન

રિઝવાન હનીફે પોતાના સંબોધનમાં દાવો કર્યો છે કે લશ્કરના ઓપરેટિવ્સને પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારો સામેલ છે.

છેલ્લા 3 થી 4 વર્ષમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓના એજન્ટો દ્વારા અમારા 30 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 

તેણે વધુમાં ઉમેર્યું હતું કે આ સતત થઈ રહેલા હુમલાઓને કારણે PoKમાં પણ તેના આતંકવાદીઓ શાંતિથી રહી શકતા નથી.

પાકિસ્તાનમાં 'અજ્ઞાત હુમલાખોરો'નો વધતો ખોફ; ભારતે અગાઉ ફગાવ્યાં હતા આરોપ

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ આતંકીઓની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. આ ઘટનાઓને કારણે પાકિસ્તાન સરકારે અગાઉ પણ ભારત પર આરોપો લગાવ્યા હતા, જેને નવી દિલ્હીએ હંમેશાં સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પરંતુ લશ્કરના ટોચના ઓપરેટિવ દ્વારા આટલી મોટી સંખ્યામાં આતંકીઓના મોતની આ પ્રથમ વખત જાહેર કબૂલાત કરવામાં આવી છે.

નફરતભર્યું ભાષણ અને ભડકાઉ નિવેદનો

પોતાના સંબોધન દરમિયાન રિઝવાન હનીફે અન્ય ધર્મો અને તેમના અનુયાયીઓ સામે ભારે ઝેર ઓક્યું હતું. તેણે આતંકવાદીઓના મોતોને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કરતા દાવો કર્યો હતો કે તેમના લોકોનો "એકમાત્ર ગુનો" તેમનો ધાર્મિક વિશ્વાસ હતો. ભાષણના અંતે તેણે અમેરિકા અને ઇઝરાયેલનો ઉલ્લેખ કરીને ધાર્મિક કટ્ટરતા દર્શાવતા નિવેદનો આપ્યા હતા.

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું લશ્કર-એ-તૈયબા?

લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1980ના દાયકાના અંતમાં પાકિસ્તાનમાં હાફિઝ મોહમ્મદ સઇદ, ઝફર ઇકબાલ અને અબ્દુલ્લા અઝામ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં સોવિયેત-અફઘાન યુદ્ધ દરમિયાન આ સંગઠન 'મારકાઝ-ઉદ-દાવા-વલ-ઇરશાદ'ની સશસ્ત્ર પાંખ તરીકે કામ કરતું હતું. સોવિયેત સેનાના પાછા હટ્યા પછી, આ સંગઠને પોતાનું ધ્યાન ભારતના જમ્મુ અને કાશ્મીર તરફ કેન્દ્રિત કર્યું હતું.

ભારત, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વના ઘણા દેશોએ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. ભારત અને પશ્ચિમી દેશો સતત આક્ષેપ કરતા આવ્યા છે કે આ આતંકી સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તરફથી તમામ પ્રકારનો ટેકો મળે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News