VIDEO: આતંકી કનેક્શનથી ખળભળાટ, ATSની ગુપ્ત તપાસ
સોર્સ : gstv
વડોદરામાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શકમંદ આતંકી કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પાલનપુર ભાગળથી ઝડપાયેલા શકમંદ આતંકીની તપાસ દરમિયાન તેના તાર વડોદરા સુધી જોડાતા ATSએ શહેરમાં ગુપ્ત તપાસ હાથ ધરી હતી. તપાસમાં સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટેલ અને રેલવે સ્ટેશન નજીક પણ તપાસ કરવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પોલીસને તપાસથી દૂર રાખવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે, હોટેલ મેનેજરે આરોપીઓને ઓળખતા ન હોવાનું જણાવ્યું છે અને ATS સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.

