Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : 8 terrorists of Jaish-e-Mohammed were produced in Kadi court

VIDEO: જૈશના 8 આતંકીમાંથી પાંચના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત ATS દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 8 આરોપીઓમાંથી 5ના વધુ 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બાકીના 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મહેસાણા જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવામાં ઉપયોગી સલ્ફર, ચારકોલ, પોટેશિયમ, ટાઈમર સહિતનો મુદ્દામાલ અને જેહાદી સાહિત્ય મળી આવ્યું હોવાનું ATSએ જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ATS દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. નંદાસણ વિસ્તારમાં દરોડા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ચુસ્ત પોલીસ અને કમાન્ડો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  

App Store