Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Boat carrying 80 passengers feared dead near Spain after 26 days at sea

VIDEO: 26 દિવસ સમુદ્રમાં ભટકતી રહી બોટ, સ્પેન પાસે 80 પ્રવાસીઓના મોતની આશંકા

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્પેનના કેનેરી ટાપુઓ નજીક શરણાર્થીઓથી ભરેલી એક બોટ ગંભીર અકસ્માતનો ભોગ બની છે. એટલાન્ટિક મહાસાગરમાં મળેલી આ બોટ દુર્ઘટનામાં એક બાળક સહિત આશરે 80 જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા છે. સ્પેનિશ મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસના જણાવ્યા અનુસાર, આ બોટ ગ્રેન કેનેરિયા ટાપુથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં મળી આવી હતી અને તે આશરે 26 દિવસથી દરિયામાં રસ્તો ભટકી ગઈ હતી. આ બોટમાં શરૂઆતમાં કુલ 128 મુસાફરો સવાર હતા, જેઓ ગેમ્બિયાથી કેનેરી ટાપુઓ તરફ જવા નીકળ્યા હતા. જોકે જ્યારે બચાવ ટુકડી ત્યાં પહોંચી ત્યારે માત્ર 45 લોકો જ જીવતા મળ્યા હતા અને 5 મૃતદેહ બોટ પર હતા. દરિયામાં અત્યંત ખરાબ હવામાન હોવાના કારણે બચાવ ટીમે તે મૃતદેહોને બોટ પર જ છોડી દેવા પડ્યા હતા. આ હોનારતમાં જીવતા બચી ગયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

App Store