Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Biggest blow to Trump, resolution passed in US Congress to stop war against Iran

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા) એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારના સૈન્ય પગલાં લેવાની પ્રમુખની સત્તા પર અંકુશ લગાવવાનો છે.

App Store

7 વોટના નજીવા અંતરથી પ્રસ્તાવ પાસ, રિપબ્લિકન સાંસદોએ પાર્ટી બદલી

'વોર પાવર્સ એક્ટ'ના ઉલ્લંઘનનો આરોપ

ડેમોક્રેટ્સનો આરોપ છે કે પ્રમુખ ટ્રમ્પે સંસદની પૂર્વ પરવાનગી વિના ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે, જે અમેરિકન બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 'વોર પાવર્સ એક્ટ' અનુસાર, પ્રમુખએ સૈન્ય કાર્યવાહીના 60 દિવસની અંદર સંસદની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, જેની સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. ડેમોક્રેટ્સે જણાવ્યું કે, આ પ્રસ્તાવ અમેરિકન જનતા તરફથી ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનમાં તેમનું ગેરકાયદેસર યુદ્ધ હવે બંધ થવું જોઈએ. જોકે, ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે યુદ્ધ પહેલા જ ખતમ થઈ ચૂક્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને તરફથી હજુ પણ ગોળીબાર અને હુમલા ચાલુ છે.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થયેલો આ પ્રસ્તાવ હાલ પૂરતો મોટાભાગે પ્રતિકાત્મક છે. આ પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે 'સીનેટ'માંથી પણ પસાર કરાવવો પડશે. સીનેટ આ સપ્તાહે આ પ્રસ્તાવ પસાર કરી શકે છે. પરંતુ, જો આ પ્રસ્તાવ સીનેટમાંથી પાસ થઈને પ્રમુખ પાસે જશે, તો ટ્રમ્પ પોતાના વિશેષાધિકાર એટલે કે 'વીટો' (Veto) પાવરનો ઉપયોગ કરીને તેને ફગાવી શકે છે. પ્રમુખના વીટોને નિષ્ક્રિય કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ (2/3) બહુમતીની જરૂર પડે છે, જે ડેમોક્રેટ્સ માટે મેળવવી અત્યંત મુશ્કેલ છે.

ચૂંટણી નજીક આવતા રિપબ્લિકન સાંસદોમાં ચિંતા વધી

ભલે આ પ્રસ્તાવ કાનૂની રીતે ટ્રમ્પને તત્કાલ ન રોકી શકે, પરંતુ રાજકીય રીતે આ ટ્રમ્પ માટે મોટો ફટકો છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રિપબ્લિકન સાંસદોમાં અસંતોષ વધી રહ્યો છે, કારણ કે ઈરાન યુદ્ધનો મુદ્દો ચૂંટણીમાં તેમની બેઠકો પર ભારે પડી શકે છે. તેવામાં પોતાની જ પાર્ટીના સાંસદોનો વિરોધ ટ્રમ્પ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.