VIDEO: શેખ હસીનાનું મોટું એલાન: ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરીશ, ભલે જેલવાસ ભોગવવો પડે
સોર્સ : gstv
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નિવેદન આપતા જણાવ્યું છે કે તેઓ આગામી ડિસેમ્બરમાં પોતાના વતન પરત ફરશે. એક મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય અને ભલે તેના માટે જેલવાસ ભોગવવો પડે, તેઓ પાછા ફરશે જ. તેમણે પોતાના પર થયેલી કાનૂની કાર્યવાહી અને મૃત્યુદંડના ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ફગાવી દીધા હતા. સાથે જ, તેઓ પોતાની પાર્ટી અવામી લીગનું પુનર્ગઠન કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪માં અશાંતિ સર્જાતા તેમને દેશ છોડવો પડ્યો હતો, ત્યારે તેમનું આ તાજું એલાન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

