Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar court sentences main accused Yunush Shaikh to life imprisonment in three-year-old Raghubhai Chauhan murder case of Songarh

VIDEO: ભાવનગરની કોર્ટે ત્રણ વર્ષ જૂના સોનગઢના રઘુભાઈ ચૌહાણ હત્યા કેસમાં મુખ્ય આરોપી યુનુશ શેખને ફટકારી આજીવન કેદની સજા

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના સિહોર તાલુકાના સોનગઢ ગામે ત્રણ વર્ષ પહેલાં બનેલી રઘુભાઈ ચૌહાણની ચકચારી હત્યાના કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાવત રાખીને મુખ્ય આરોપી યુનુશ ઓસમાણભાઈ શેખે સગીર વયના મિત્ર સાથે મળીને રઘુભાઈ પર લાકડાના ધોકા અને છરીથી ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રિન્સિપાલ સેશન્સ જજ આર.વી. બુખારીની અદાલતમાં આ કેસ ચાલ્યો હતો, જ્યાં સરકારી વકીલ મનોજભાઈ જોશીની ધારદાર દલીલો, ૧૭ મૌખિક અને ૪૧ દસ્તાવેજી પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. અદાલતે મુખ્ય આરોપી યુનુશ શેખને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેનાથી ન્યાય થવાની લાગણી ફેલાઈ છે.

App Store