VIDEO: ભાવનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામશે રસાકસીનો જંગ
સોર્સ : gstv
ભાવનગર જિલ્લામાં આજે 398 બેઠકો માટે 1984 બુથ ઉભા કરવામાં આવ્યા છે, તોબીજી તરફ 1731260 મતદારો મતદાન કરશે. ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં 52 બેઠકો માટે 445 પોલિંગ સ્ટેશન તૈયરા કરવામાં આવ્યા છે, જેમાં 4.58 લાખથી વધુ મતદારો મતદાન કરશે. પાલીતાણા મહુવા અને વલભીપુર નગરપાલિકામાં કુલ 24 વોર્ડની 96 બેઠકો માટે 145 બુથમાં 1.32 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જિલ્લા પંચાયતની 40 બેઠકો અને તાલુકા પંચાયતની 210 બેઠકો મળી કુલ 250 બેઠકો માટે ગ્રામ્ય વિસ્તારોમાં 1394 કોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા જ્યાં 11.40 લાખથી વધુ મતદારો મતદાન કરશે. આશરે ૧૦૭૪૨ જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે ૩૮૦૦ થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે

