VIDEO: ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ, 12 બેઠકો બિનહરીફ થયા બાદ 386 પર મતદાન
સોર્સ : gstv
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કુલ ૩૯૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો બિનહરીફ થતા હવે ૩૮૬ બેઠકો પર મતદાન થશે. જેમાં પાલીતાણા અને વલભીપુરની એક-એક પેનલ બિનહરીફ જાહેર થઈ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મેદાનમાં કુલ ૧૧૩૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મેદાનમાં કુલ ૧૧૩૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. જેમાં ભાજપના ૩૯૧, કોંગ્રેસના ૩૬૦ અને આમ આદમી પાર્ટીના ૨૭૩ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. મહાનગરપાલિકાની ૫૨ બેઠકો માટે ૧૫૦ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

