VIDEO: Bhavnagar / ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની પત્નીને ટિકિટ અપાતા સ્થાનિકોમાં ભારે રોષ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારે રસાકસી બાદ આખરે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ યાદી જાહેર થતાની સાથે જ અનેક વિસ્તારોમાં કાર્યકરો અને સ્થાનિકોનો આક્રોશ સામે આવ્યો છે. ખાસ કરીને શહેરના કુંભારવાડા વોર્ડમાં ભાજપના ઉમેદવારની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
કુંભારવાડા વોર્ડમાં ભાજપ દ્વારા દીપ્તિબેન કાંતિભાઈ ધરાજીયાને ટિકિટ આપવામાં આવી છે. આ નામ જાહેર થતા જ વિસ્તારના અગ્રણી જેસિંગભાઈ મકવાણા સહિતના સ્થાનિકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. જેસિંગભાઈએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, દીપ્તિબેનના પતિ કાંતિભાઈ ધરાજીયા ખૂન (હત્યા) સહિતના 10 કરતા વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિના પરિવારને ટિકિટ મળતા પક્ષની છબી ખરડાઈ હોવાની લાગણી વ્યાપી છે. હવે જોવાનું એ રહેશે કે, આ ઉગ્ર વિરોધ બાદ ભાજપ હાઈકમાન્ડ ઉમેદવાર બદલવાનો નિર્ણય લે છે કે પછી આ નારાજગી વચ્ચે જ ચૂંટણી જંગમાં ઉતરશે.

