મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશમાં સ્થિતિ કથળતા સેના ઉતારવામાં આવી, શૂટ એટ સાઇટનો ઓર્ડર; 133 લોકોના મોત

બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી બેકાબુ બની ગઇ છે કે હસીના સરકારે રસ્તા પર સેનાને ઉતારવી પડી છે. કેટલ

બાંગ્લાદેશમાં સ્થિતિ કથળતા સેના ઉતારવામાં આવી, શૂટ એટ સાઇટનો ઓર્ડર; 133 લોકોના મોત

બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી બેકાબુ બની ગઇ છે કે હસીના સરકારે રસ્તા પર સેનાને ઉતારવી પડી છે. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ છે. આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી 133 લોકોના મોત થયા છે જ્યારે 3000થી વધુ લોકો ઘાયલ થયા છે.

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટ વિવાદાસ્પદ કોટા સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી શકે છે જેને યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા દેશવ્યાપી આંદોલનને જન્મ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ વાત પર ચુકાદો સંભળાવવાનો છે કે સિવિલ સર્વિસ જોબ કોટાને ખતમ કરવામાં આવે કે ના આવે. આ પહેલા દેશમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકારે પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. યૂનિવર્સિટી કેમ્પસમાંથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શન આખા દેશમાં ફેલાઇ ગયું છે. વડાપ્રધાન શેખ હસીનાએ પ્રદર્શનકારીઓની તુલના તે લોકો સાથે કરીને તણાવ વધારી દીધો છે જેમને 1971 સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પાકિસ્તાનનો સહયોગ કર્યો હતો.

બાંગ્લાદેશમાં અત્યાર સુધી 133 લોકોના મોત

કોર્ટના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું છે. બસ અને ટ્રેનમાં આગ લગાવી છે. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઇ કે હસીના સરકારે રસ્તા પર સેનાને ઉતારવી પડી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી 133 લોકોના મોત થયા છે જ્યારે 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશમાં રેલ અને સાર્વજનિક પરિવહન સેવાને અસર થઇ છે.

ઢાકામાં રસ્તા પર સેના કરી રહી છે પેટ્રોલિંગ

વિરોધ પ્રદર્શનને રોકવા માટે બાંગ્લાદેશમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને ઢાકા સહિત અન્ય શહેરોના રસ્તા પર સેના પેટ્રોલિંગ કરી રહી છે. લોકોને જરૂરી કામ માટે શનિવાર બપોરે થોડા સમય માટે કરફ્યૂમાંથી રાહત આપવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો