Americaમાં વધુ એક હવાઈ દુર્ઘટના: હેલિકોપ્ટર ક્રેશમાં પાઈલટ સહિત 2ના મોત

Americaમાં ફરી એકવાર ભયાનક અકસ્માત થયો છે. 7 ઓગસ્ટ, ગુરૂવારે Americaના ઇલિનોઇસમાં mississippi નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. યુએસ Faderal Aviation Administration (FAA)એ આ અકસ્માત અંગે માહિતી આપતા કહ્યું કે, અકસ્માતમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે તથા અન્ય કોઈને ઈજા નથી થઈ. અકસ્માત બાદ નદીને વાણિજ્યિક નેવિગેશન માટે બંધ કરી દેવામાં આવી છે.
વીજળીના તાર સાથે અથડાતા બની ઘટના
અકસ્માત અંગે રિવર્સ પોઇન્ટ ફાયર ડિસ્ટ્રિક્ટ ચીફ રિક પેન્ડરે જણાવ્યું હતું કે, સવારે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને મિસિસિપી નદીમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિમાનનો પણ થયો હતો અકસ્માત
તાજેતરમાં જ Americaના ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ પ્લેન ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ એટલે કે 321 કિલોમીટર ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર લોકો મેડિકલ કર્મચારીઓ હતા જેઓ એક દર્દીને લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
હડસન નદીમાં પણ ક્રેશ થયું હેલિકોપ્ટર
આ પહેલાં પણ આ જ વર્ષે એપ્રિલમાં અમેરિકાના મૈનહટ્ટનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ન્યૂયોર્કની હડસન નદીમાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 બાળકો સહિત 6 લોકો મોતને ભેટ્યા હતા.

