Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America will suffer blow in AI sector

AI ક્ષેત્રે અમેરિકાને ફટકો! સાંસદોએ ટ્રમ્પને H1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
AI ક્ષેત્રે અમેરિકાને ફટકો! સાંસદોએ ટ્રમ્પને H1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા કરી અપીલ
સોર્સ : GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ધરખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા જતાં હતા તેમને મોટો ફટકો પડ્યો. આ સિવાય પણ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી જ છે. એવામાં હવે અમેરિકામાં જ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ શરૂ થયો છે. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને ટ્રમ્પને H1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા અપીલ કરી છે. 

App Store

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની વધારીને 1 લાખ ડોલર કરી નાંખી. જેના વિરોધમાં અમી બેરા, સાલુદ કાર્બાજલ, જૂલી જોન્સને ટ્રમ્પને પત્ર લખ્યો. સાંસદોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે ભારત સાથેની પાર્ટનરશિપ પર માઠી અસર થશે. સાથે સાથે અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મોટો ફટકો પડશે. 

સાંસદોએ કહ્યું કે આ વિઝાના કારણે જ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ક્ષેત્રે અમેરિકામાં સારી એવી હરીફાઈ થાય છે. જેનો લાભ છેવટે તો અમેરિકાને જ થવાનો. અમારી અપીલ છે કે આ નીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એવા સમયમાં જ્યારે ચીન AI ક્ષેત્રે ભારે રોકાણ કરી રહ્યું છે ત્યારે અમેરિકાએ દુનિયાની પ્રતિભાઓને આપણાં દેશમાં આકર્ષિત કરવો જોઈએ.