Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America will play the role of protector of Strait of Hormuz: Trump

VIDEO: અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રક્ષકની નિભાવશે ભૂમિકાઃ ટ્રમ્પ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર અને તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમેરિકા તેની "રક્ષક" તરીકેની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે જો આ જળમાર્ગ સુરક્ષિત રહેશે તો આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પુરવઠા પર કોઈ અસર નહીં થાય. ટ્રમ્પે ઈરાન પર અગાઉ થયેલા સમજૂતી કરારનું પાલન ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે બંને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી, પરંતુ ઈરાને બાદમાં તેને તોડી નાખી. તેમણે વધુમાં દાવો કર્યો કે એક દિવસ અગાઉ ઈરાનના પ્રતિનિધિઓ સાથે લગભગ 11 કલાક સુધી લાંબી બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મુદ્દાઓ પર સહમતિ બની હતી, પરંતુ અંતિમ તબક્કે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ટ્રમ્પે ઈરાનની ટીકા કરતાં તેને પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરતો દેશ ગણાવ્યો હતો. ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા, વૈશ્વિક તેલ પુરવઠો અને અમેરિકાની આગામી વ્યૂહરચનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ વધુ તેજ બની છે.

App Store