Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : India buys record-breaking crude worth ₹ 49,000 crore from Russia in June,

VIDEO: અમેરિકાની ધમકીની ‘ઐસીતૈસી’, ભારતે જૂનમાં રશિયા પાસેથી કરી ₹49,000 કરોડના ક્રૂડની રેકોર્ડબ્રેક ખરીદી

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હી: અમેરિકાએ ફરી એક વખત ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ 500 કરોડના ટેરિફની ધમકી આપી છે ત્યારે આ ધમકીની ઐસી તૈસી કરીને ભારતે રશિયા પાસેથી વિક્રમી પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી છે. ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી અંદાજે રૂ. ૪૯,૦૦૦ કરોડ (૪.૫ અબજ યુરો)ના મૂલ્યના ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે, જે ગયા મહિના કરતાં ૩૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

App Store

રશિયન ક્રૂડ ખરીદી ભારત સહિત અન્ય દેશોએ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયાને ૮૧.૪ કરોડ યુરોનું રિફાઈન ઓઈલ વેચ્યું
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (ક્રેઆ)ના રિપોર્ટ મુજબ ભારતે જૂનમાં ૪.૫ અબજ યુરોના મૂલ્યના રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જે તેના કુલ ૫.૫ અબજ યુરોના રશિયન અશ્મિજન્ય ઈંધણની આયાતના ૮૩ ટકા જેટલું છે. આ આંકડા સાથે ભારત રશિયન ઈંધણ ખરીદનાર ચીન પછી બીજો સૌથી મોટો દેશ બન્યો છે. જૂનમાં ચીન રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરનાર સૌથી મોટું ગ્રાહક બની રહ્યું, જેણે ૭.૩ અબજ યુરોના મૂલ્યના ઓઈલની ખરીદી કરી હતી.

ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં માસિક ૫.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જે મુખ્યત્વે રિફાઈનરીઓને રશિયન પૂરવઠામાં વધારાના પગલે જોવા મળી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીને રશિયન ક્રૂડનો સપ્લાય જૂનમાં ૧૫૦ ટકા વધ્યો હતો જ્યારે ઈન્ડિયન ઓઈલની પારાદીપ રિફાઈનરીમાં આયાત ૧૨૬ ટકા વધી હતી.

ક્રેઆના રિપોર્ટ મુજબ ભારત પેટ્રોલિયમની કોચ્ચી રીફાઈનરીની આયાત ૮૨ ટકા અને નાયરા એનર્જીની વાડિનાર રિફાઈનરીમાં આયાતમાં ૪૫ ટકાની વૃદ્ધિ થઈ હતી.

ભારતે રશિયન ક્રૂડ ઓઈલની માત્ર આયાત જ નથી કરી, પરંતુ તેને રિફાઈન કરીને રશિયા પર પ્રતિબંધ મૂકનારા દેશો અમેરિકા, યુરોપીયન યુનિયન અને ઓસ્ટ્રેલિયાને નિકાસ પણ કરી છે. જૂનમાં આ દેશોને ભારત, તૂર્કીયે, બુ્રનેઈ અને જ્યોર્જિયાની રિફાઈનરીઓમાંથી અંદાજે ૮૧.૪ કરોડ યૂરોના મૂલ્યના રિફાઈન ક્રૂડ ઓઈલ ઉત્પાદનોની નિકાસ પણ કરાઈ છે, જેમાંથી ૩૬.૯ કરોડ યુરોના મૂલ્યના ક્રૂડ ઓઈલના ઉત્પાદનો રશિયન ઓઈલમાંથી બન્યા હતા તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.