Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A big crash in the stock market as the war between America and Iran starts again

VIDEO: અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થતા શેરબજારમાં મોટો કડાકો

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો..અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા શરૂ થયા છે. જેથી ક્રૂડ ઓઈલમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ અત્યારે 4 ટકા વધીને 80 ડોલર પ્રતિબેરલની સપાટી પર ચાલી રહ્યુ છે..આ સ્થિતિ દુનિયાભરના અર્થતંત્ર માટે ચિંતાજનક છે..જેથી વિશ્વના તમામ શેરબજાર ઘટીને આવ્યા છે..મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 620 પોઈન્ટના ઘટાડા સાથે 76 હજાર 949ના નિચલા લેવલ પર ટ્રેડ થયો હતો..નિપ્ટીમાં પણ 180 પોઈન્ટનું ગાબડું પડયું હતું. અત્યારે મોટાભાગના સેક્ટર રેડઝોનમાં ચાલી રહ્યા છે..મધ્ય-પૂર્વ એશિયામાં ફરી સ્થિતિ વણસતા ભારતીય બજારમાં પણ નવા પડકારો ઉભા થયા છે..જેથી રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

App Store