બ્રિટિશ નાગરિકત્વ મળ્યા બાદ ભાગેડુ લલિત મોદીએ કહ્યું- 'મારા માટે આ જ ઘર છે'

ઇંડીયન પ્રીમીયર લીગ (આઈ.પી.એલ.)ના સ્થાપક લલિત મોદીએ શનિવારે જાહેર કર્યું કે, તેઓને ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૬ના દિવસે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકત્વ મળ્યું છે. ઓક્સફર્ડ યુનિયનમાં બોલતાં તેમણે આ માહિતી આપી હતી અને કહ્યું કે બ્રિટિશ નાગરિકત્વ મળતાં મેં મારાં કુટુમ્બીજનો અને મિત્રો સાથે જશ્ન મનાવ્યો હતો. લલિત મોદીએ વધુમાં કહ્યું કે યુ.કે. વર્ષોથી તેઓનું ઘર રહ્યું છે. અહીંના લોકો, સંસ્થાઓ અને પરંપરાઓને હું સન્માનથી જોઉં છું.
બ્રિટનને ગર્વપૂર્વક મારૂં ઘર કહું છું
વધુમાં જણાવતા કહ્યું કે બ્રિટિશ નાગરિક બનવું તે માત્ર વિશેષાધિકાર જ નથી પરંતુ એક જવાબદારી પણ છે. અને મેં ગર્વ કૃતજ્ઞાતા અને પોતાપણાની ભાવના સાથે બ્રિટિશ નાગરિકત્વ સ્વીકાર્યું છે. મારી જીંદગીની સફર જુદી જુદી સંસ્કૃતિઓ અને અનુભવો સાથે ઘડાઈ છે. હું આ દેશમાં સકારાત્મક યોગદાન કરતો જ રહીશ, આ દેશને હું ગર્વપૂર્વક મારૂં ઘર કહું છું મને મહામહીમ કીંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિને જ બ્રિટિશ નાગરિકતા મળી તેથી વધુ ધન્યતા અનુભવું છે. સાથે તેઓએ કહ્યું કે હું વહેલામાં વહેલી તકે ભારત પણ જવાનો છું.
16 વર્ષથી લંડનમાં રહેતા લલિત મોદીને બ્રિટનનું નાગરિકત્વ મળ્યા બાદ ભારતમાં ચાલી રહેલા કેસો સંદર્ભે તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.




