VIDEO: પાકિસ્તાનના હૉસ્પિટલમાં મોટો અગ્નિકાંડ, ACનું કોમ્પ્રેસર ફાટતાં 15 નવજાત બાળકોના કરુણ મોત!
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ગાયનેકોલૉજી વૉર્ડમાં આગ લાગતાં 15 નવજાત બાળકોના કરુણ મોત થયા છે. PIMS અધિકારીઓએ જણાવ્યુંકે, આગ લાગી તે સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હતાં, જેમાંથી માત્ર એક જ બાળકનો બચાવ કરી શકાયો હતો. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ આગ નર્સરીની અંદર ACનુંનું કમ્પ્રેસર ફાટવાના કારણે લાગી હતી. આગ સવારે લગભગ 7 વાગ્યે લાગી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, આ સાથે જ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે હૉસ્પિટલની નવજાત શિશુ અને મેટરનિટી સુવિધાઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, MCH વૉર્ડના ત્રીજા માળે લાગેલી આગમાં 15 બાળકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

