Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 28 Baloch civilians killed in Pakistan airstrike

VIDEO: પાકિસ્તાનના હવાઈ હુમલામાં 28 બલોચ નાગરિકોના મોત

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની કથિત હવાઈ કાર્યવાહીનો એક ભયાનક મામલો સામે આવ્યો છે. સુરાબ જિલ્લાના ગૌનદાન ગામમાં 12 ઓગસ્ટની મોડી રાત્રે થયેલા હુમલામાં 9 માસૂમ બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષો સહિત 28 બલોચ નાગરિકોના મોત થયાનો સ્થાનિક સૂત્રોનો દાવો છે. 17થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે, આ મૃત્યુઆંકની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે ગૌનદાન ગામના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ ગામના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો અને અનેક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ ગામમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store