મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાનના Bandar Abbasના રાજાઈ પોર્ટ પર મોટો વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ

ઈરાનના Bandar Abbas શહેરમાં શનિવારે એક મોટો વિસ્ફોટ થવા સાથે આગ લાગતાં અફરાતરફીનો

ઈરાનના Bandar Abbas શહેરમાં શનિવારે એક મોટો વિસ્ફોટ થવા સાથે આગ લાગતાં અફરાતરફીનો માહોલ છે.  આ વિસ્ફોટમાં 500થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે વિસ્ફોટ વિનાશક હતો. ઈરાની મીડિયા અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 500થી વધુ થઈ ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કન્ટેનરોમાં થયો વિસ્ફોટ

પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.  સમાચાર એજન્સી એપી અનુસાર, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કાળા ધુમાડાનું એક મોટું વાદળ આકાશમાં ઉછળતું જોઈ શકાય છે.

ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો પર ખતરો

મીડિયા રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આકાશમાં ભયાનક કાળા ધૂમાળા જોવા મળી રહ્યા છે. રાજઈ પોર્ટ પર મુખ્યરૂપે કન્ટેનરનો ટ્રાફિક સંભાળવાની કામગીરી થાય છે. અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનવાનો ખતરો ઉભો થયો છે. વિસ્ફોટના કારણે પોર્ટ પર સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ છે.

વિસ્ફોટ બાદ ઈરાનના કસ્ટમ્સ ઓથોરિટીએ તમામ કસ્ટમ ઓફિસોને તાત્કાલિક બંદર પર નિકાસ અને પરિવહન શિપમેન્ટ મોકલવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશો સુધી અમલમાં રહેશે. જોકે, જે ટ્રકોએ કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તેમને બંદર વિસ્તારમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.

બંદર વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટથી માત્ર બંદર પ્રવૃત્તિઓ જ ઠપ્પ થઈ નથી, પરંતુ પ્રાદેશિક વેપાર અને પુરવઠા શૃંખલા પર પણ મોટી અસર પડી છે.

આ સમાચાર શેર કરો