ડોલરનો મોહ ભારે પડ્યો: અમેરિકામાં ઘૂસણખોરી કરતા 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા
ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવવાનો ચસકો ચડ્યો છે. પરિણામે પરિવારો અમેરિકા પહોંચવા મા

ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવવાનો ચસકો ચડ્યો છે. પરિણામે પરિવારો અમેરિકા પહોંચવા માટે મોતને પણ મુઠ્ઠીમાં લઇને ઘર છોડી નીકળી પડે છે. ત્યારે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે.
એક મહિના પહેલાં આ લોકો અમેરિકા જવા નીકળ્યા હતા
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં ઘૂષણખોરી કરવા જતા અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસી રહ્યા હતા. મેક્સિકો બોર્ડરથી ઘુસ્યા બાદ અમેરિકા સાઈડની બોર્ડર પર જ તમામ યુવાઓને પોલીસે ઝડપી લીધા હતા. એજન્ટ દ્વારા પાસપોર્ટ પર મેક્સિકોનો બોગસ સિક્કો મારવામાં આવ્યો હતો. મેક્સિકો બોર્ડરથી અમેરિકા તરફની બોર્ડર પર ચાલતા ચાલતા પહોંચ્યા હતા. તમામને અમેરિકન સુરક્ષા ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે. એક મહિના પહેલાં આ લોકો અમેરિકા જવા નીકળ્યા હતા.
તાજેતરમાં જ વિમાન ભાડે કરી અમેરિકામાં ઘુસાડવાનું ષડ્યંત્ર બહાર આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા જ વિમાન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું ષડ્યંત્ર બહાર આવ્યું હતું. દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેનમાં કુલ 253 મુસાફર હતા. જે પૈકી મોટા ભાગના ગુજરાતીઓ હતા.








