VIDEO:ANDARNI VAAT/રાયપુરમાં ગેરકાયદેસર બાંધકામ પર ત્રાટક્યું વહીવટીતંત્ર!
છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલા બૈરન બજાર વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા

છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલા બૈરન બજાર વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા એક બિલ્ડિંગના ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા હિસ્સાને તોડી પાડવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અને આશંકાઓ બાદ આખરે મહાનગરપાલિકાએ આ ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાનો મક્કમ નિર્ણય કર્યો છે. પ્રશાસન દ્વારા બાંધકામ તોડવાની આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સવારથી જ સમગ્ર વિસ્તારને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તારકેશ્વર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મામલે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે..
આ સંવેદનશીલ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે અને તેની આસપાસના સંભવિત વિસ્તારોમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારના વિરોધ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના પ્રયાસોને રોકવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. મહાનગરપાલિકાના મશીનો દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી સ્થાનિક સ્તરે દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને શાંતિ જાળવી રાખવા માટે સુરક્ષા દળોએ કડક નાકાબંધી પણ અમલી બનાવી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






