મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ ભારતમાં પ્રથમ હાઈડ્રોજન ટ્રેન ટ્રેક પર દોડવા માટે તૈયાર

ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. શનિવારે ભારતીય રેલ્વેએ દિલ્લીથી

ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. શનિવારે ભારતીય રેલ્વેએ દિલ્લીથી હરિયાણાના જિંદ વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સફળતાપૂર્વક ટ્રાયલ કર્યું. સંપુર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા હાઇડ્રોજન ટ્રેન લખનૌમાં આવેલી રેલ્વે સંશોધન સંસ્થા આરડીએસઓ દ્રારા વિકસાવવામાં આવી છે. ટ્રેનને દિલ્લીથી હરિયાણના જિંદ વચ્ચેના 120 કિલોમીટર રેલવે ટ્રેક પર દોડાવવામાં આવી હતી. આ પરીક્ષણમાં ટ્રેને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી હતી. કુલ ૧૦ ડબ્બાની ક્ષમતા ધરવાતી ટ્રેનના ટ્રાયલમાં બ્રેકિંગ સિસ્ટમ, આંતરિક વાઇબ્રેશન, ટ્રેકની મજબૂતાઈ અને હાઇડ્રોજન એન્જિનના ઓપરેશન જેવા કડક માપદંડો ચેક કરવામાં આવ્યા હતા. ટ્રેન તમામ માપદંડમાં સફળ રહી હતી. હવે થોડા સમયમાં રેલ્વે મંત્રાલય દ્રારા ટ્રેનને સામાન્ય મુસાફરી માટે શરુ કરવામાં આવશે

હાઇડ્રોજન ટ્રેનનો પ્રોજેક્ટ સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત શરુ કરવામાં આવ્યો છે. ગ્રીન હાઇડ્રોજન મિશનમાં જ્યાં વિજળી શક્ય નથી ત્યાં ડિઝલથી ચાલતી ટ્રોનોને હાઇડ્રોજન ટ્રેનમાં પરિવર્તિત કરવાનો છે. દિલ્લી-જિંદ હાઇડ્રોજન પ્રોજેક્ટ ૮૦ કરોડના ખર્ચે આકાર પામ્યો છે. આ માટે  જિંદ રેલવે સ્ટેશન નજીક દૈનિક ૩,૦૦૦ કિલોગ્રામ હાઇડ્રોજન ગેસ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો દેશનો પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટ અને રીફ્યુઅલિંગ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારત હાઇડ્રોન ટ્રેન બનાવનાર ગણતરીના દેશમાં સામેલ થઇ ગયો છે. વિશ્વમાં સૌથી પહેલી હાઇડ્રોજન ટ્રેન જર્મનીમાં શરુ કરવામાં આવી હતી. જર્મની સિવાય ચીન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને જાપાન આ ટેકનોલોજી વિકસાવી શક્યા છે. ભારતમાં હાઇડ્રોજન ટ્રેનના અનેક ફાયદા છે. ભારતમાં મોટા ભાગની ટ્રેન વીજળી અને ડીઝલથી ચાલે છે. ડિઝલ મોંધું છે અને આયાત કરવું પડે છે. આ પ્રોજેક્ટથી દેશમાં ડિઝલને બદલે વરાળથી ટ્રેન ચાલશે. આ કારણે પ્રદૂષણ પણ નહીં થાય અને અવાજ પણ ઓછો આવશે. ભારતમાં પહાડી વિસ્તારોમાં હજુ પણ ડીઝલ આધારિત ટ્રેન ચાલે છે. કાલકા-શિમલા, દાર્જીલિંગ હિમાલયન રેલવે, નીલગિરી માઉન્ટેન જેવા નેરોગેજ-બ્રોડગેજ હેરિટેજ રૂટ્સ પર પણ આવી પ્રદૂષણમુક્ત ટ્રેન દોડાવી શકશે. ભારતના રેલ્વે વિભાગે ૨૦૩૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતું ગ્રીન રેલવે નેટવર્ક બનાવવાનો પ્લાન બનાવ્યો છે. નવી હાઇડ્રોજન ટ્રેનથી ભારતીય રેલ્વેનું માળખું જ બદલાઇ જશે.

-- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો