VIDEO: રણનું જહાજ હવે દિલ્હીમાં દારૂ સપ્લાય કરશે? દક્ષિણ દિલ્હી પોલીસે ઊંટ સાથે 2 શખ્સોની કરી ધરપકડ
સોર્સ : GSTV
VIDEO: દિલ્હીમાં દારૂ માફિયાઓની નવી તરકીબ સામે આવી છે.. દક્ષિણ દિલ્હીમાં ઊંટ પર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.. પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો જપ્ત કરી ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની સપ્લાય માટે ઊંટનો ઉપયોગ કરવાના અનોખા અને આઘાતજનક કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે.. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.. સામાન્ય રીતે રણપ્રદેશમાં જોવા મળતા ઊંટનો ઉપયોગ દેશની રાજધાનીમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે થતો જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.. બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી અટકાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

