VIDEO: નડિયાદના સ્કેટર વીરોનું અનોખું સાહસ: 202 કિમી સ્કેટિંગ કરીને પહોંચ્યા અંબાજી, મા અંબેના ચરણે શીશ ઝુકાવ્યું!
સોર્સ : GSTV
VIDEO: નડિયાદના સંતરામ મંદિરથી 20 માર્ચે નીકળેલા 27 બાળકો 202 કિલોમીટરનું અંતર કાપીને અંબાજી પહોંચ્યા. વેકેશનમાં ફરવા જવાને બદલે આ બાળકોએ ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન કરી અનોખું સાહસ ખેડ્યું છે.
અંબાજી પહોંચેલા આ સ્કેટર્સમાં સાડા ચારથી પંદર વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. 51 શક્તિપીઠ સર્કલ અને મંદિર પરિસરમાં બાળકોએ સ્કેટિંગ કલાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

