VIDEO: ધોરાજીમાં કમોસમી વરસાદનો કહેર: લણણી ટાણે જ આભ ફાટ્યું, તૈયાર ઘઉંનો પાક ખેતરોમાં જમીનદોસ્ત!
સોર્સ : GSTV
VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અચાનક વરસેલા કમોસમી વરસાદે રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને તૈયાર થયેલો ઘઉંનો પાક તેજ પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઢળી પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘઉં ઉપરાંત ચણા અને જીરૂ જેવા પાકોને પણ ગંભીર અસર થઈ છે. પાકની કાપણીના સમયે જ કુદરતી આફત આવતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

