VIDEO: ચંડીગઢના આસમાનમાં 'સૂર્યકિરણ'નો જાદુ: સુખના લેક પર વાયુસેનાના પાયલટોએ સર્જ્યા અદભુત દ્રશ્યો
સોર્સ : GSTV
VIDEO: ચંડીગઢના આસમાનમાં સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમ દ્વારા આયોજિત એર-શોનો જાદુ જામ્યો હતો.. એર-શોના અંતિમ દિવસે સીએમ ભગવંત માન અને સીએમ નાયબ સૈનીએ પાયલટોનું શૌર્ય વધાવ્યું હતું..
ચંડીગઢના સુખના લેક ખાતે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમ દ્વારા આયોજિત એર-શોનો શનિવારના રોજ અંતિમ દિવસ હતો.. આ શાનદાર પ્રદર્શન નિહાળવા માટે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના વહીવટદાર ગુલાબચંદ કટારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આકાશમાં ગુંજતા વિમાનોના ગડગડાટ અને પાયલટોના અદભૂત કૌશલ્યએ આસમાનમાં કેસરી, સફેદ અને લીલા રંગોની છટા બિખેરીને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને હજારો નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા..

