VIDEO: ઈન્દોરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ: દેવગુરડિયા પાસે કાર-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 4 જાનૈયાનાં કરૂણ મોત!
સોર્સ : GSTV
ઈન્દોરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. દેવગુરડિયા પાસે જાનૈયાઓની કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.. હાલ તમામ ઇજાગ્રસ્તો એમ.વાય. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઈન્દોરના દેવગુરડિયા પાસે એક ક્વાલિસ કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં જાનૈયાઓના કરૂણ મોત નિપજ્યા છે.. ઓવરટેક કરવા જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ઇરફાન, અર્શ, ફરહાન અને અરાફાત નામના ચાર યુવકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું.. હાલ ઈજાગ્રસ્તો એમ.વાય. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં ન્યુરોલૉજી અને ઓર્થોપેડિક વિભાગ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે..

