VIDEO: રોબોટિક શેફ અને વેઈટરનો જમાનો: શાંઘાઈના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં હ્યુમનોઈડ રોબોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
VIDEO: ચીનમાં મિલ્ક પાર્લર ચલાવતા હ્યુમનોઈડ રોબોટ્સના ફોટોઝ-વીડિયોઝ બાદ હવે શાંઘાઈની મેકડોનાલ્ડ્સનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ્સ પર વાયરલ થયો છે. તેમાં માણસ જેવા દેખાતા હ્યુમનોઈડ રોબોટ્સ કામ કરતા જોવા મળ્યા હતા.
મેકડોનાલ્ડ્સના યુનિફોર્મ પહેરેલા આ રોબોટ્સ ગ્રાહકોનું સ્વાગત કરતા અને તેમની સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. શાંઘાઈના જાણીતા સાયન્સ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ ખાતે નવી મેકડોનાલ્ડ્સ આઉટલેટ ખોલવામાં આવી છે. જેમાં, આ મ્યુઝિયમની થીમ મુજબ જ હ્યુમનોઈડ રોબોટ્સ કામ કરે છે. તેઓ કામ કરવાની સાથે બાળકો સાથે રમતા દેખાયા. મેકડોનાલ્ડ્સે કહ્યું કે, આ એક પ્રયોગ હતો. આ પ્રયોગ એટલી હદે સફળ રહ્યો કે, ગ્રાહકો ખાસ હ્યુમનોઈડ રોબોટ્સને મળવા માટે પરત આવી રહ્યા છે.
આ પ્રયોગ પરથી કહી શકાય કે, આવનારા સમયમાં અનેક રેસ્ટોરાંમાં વેઈટર અને શેફ તરીકે હ્યુમનોઈડ રોબોટ્સ જોવા મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોરે આ હ્યુમનોઈડ રોબોટ્સ ભલભલા શેફને ટક્કર મારે તેવી રેસિપી બનાવી શકે છે.

