VIDEO: તમિલનાડુ ચૂંટણી 2026: રામનાથપુરમ જિલ્લા કલેક્ટરે ચૂંટણી જાગૃતિ લોગોનું કર્યું અનાવરણ
VIDEO: તમિલનાડુ ચૂંટણી 2026 માટે રામનાથપુરમ પ્રશાસન સજ્જ થયું છે. સો ટકા મતદાનના લક્ષ્યાંક સાથે જિલ્લા કલેક્ટરે ખાસ ચૂંટણી જાગૃતિ લોગોનું અનાવરણ કર્યું છે. યુવા અને ગ્રામીણ મતદારોને લોકશાહીના પર્વમાં જોડવા માટે વહીવટી તંત્ર દ્વારા આ વિશેષ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને રામનાથપુરમ જિલ્લા પ્રશાસન દ્વારા સો ટકા મતદાનના લક્ષ્યાંક સાથે ચૂંટણી જાગૃતિ લોગો લોન્ચ કરવામાં આવ્યો છે.. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સિમરનજીત સિંહ કાલોન દ્વારા આ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને લોકશાહીના પર્વમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોહિત કરવાનો છે.. વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા જનજાગૃતિ ફેલાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

