Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Surat's 'smart' education a disgrace: Children in Dindoli's school were forced to work, brooms were made to stand instead of pens and books!

VIDEO: સુરતનું 'સ્માર્ટ' શિક્ષણ શર્મસાર: ડીંડોલીની શાળામાં બાળકો પાસે મજૂરી, પેન-પુસ્તકને બદલે પકડાવ્યું ઝાડુ!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરતની સ્માર્ટ ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે. ડીંડોલીની શાળા નંબર 404માં માસૂમ બાળકોના હાથમાં પેન-પુસ્તકને બદલે પાણીની ડોલો અને ઝાડુ જોવા મળ્યા છે. ભણવાની ઉંમરે બાળકો પાસે મજૂરી કરાવતું તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.

App Store

800થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ હાઈટેક સ્કૂલમાં સફાઈ માટે માત્ર એક જ કર્મચારી હોવાની લાચારી બતાવી બાળકોનો પરસેવો પાડવામાં આવી રહ્યો છે. પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી અને શાસકોની ઉદાસીનતાને કારણે સ્માર્ટ શિક્ષણના દાવાઓ પોકળ સાબિત થયા છે.