VIDEO: હિમાચલમાં બરફીલો માહોલ: ધર્મશાલામાં તાજી હિમવર્ષાથી તાપમાનમાં ધરખમ ઘટાડો, પ્રવાસીઓનો ભારે ધસારો
સોર્સ : GSTV
VIDEO: હિમાચલના ધર્મશાલામાં કુદરતની મહેર જોવા મળી રહી છે.. વિશ્વ વિખ્યાત ધૌલાધાર પર્વતમાળા શ્વેત ચાદર ઓઢીને ખીલી ઉઠી છે.. તાજી હિમવર્ષાને પગલે તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે, તો બીજી તરફ પ્રવાસીઓના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં કુદરતે અનોખો નજારો સર્જ્યો છે.. વિશ્વ વિખ્યાત ધૌલાધાર પર્વતમાળામાં તાજી હિમવર્ષા થતાં સમગ્ર પંથક સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે.. આ હિમવર્ષાને કારણે ધર્મશાલા અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
પહાડો પર જામેલો બરફ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.. મેઘરાજા અને હિમવર્ષાના આ સંગમથી પ્રવાસન ઉદ્યોગમાં પણ નવી આશા જાગી છે, કારણ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નયનરમ્ય દ્રશ્યો માણવા ઉમટી પડ્યા છે.

