VIDEO: શહીદની સ્મૃતિમાં ગાંદરબલમાં ગુંજ્યો દેશભક્તિનો નાદ: ભારતીય સેનાની હાફ મેરેથોનમાં 237 યુવાનોએ લગાવી 21 કિમીની દોડ
સોર્સ : GSTV
VIDEO: ભારતીય સેના દ્વારા આયોજિત હાફ મેરેથોનમાં 237 યુવાનોએ 21 કિલોમીટર લાંબી દોડ લગાવી હતી.. કાશ્મીરના યુવાનોમાં ફિટનેસ અને શૌર્યનો સંગમ ધરાવતી આ મેરેથોન બાદ સૈનિક સ્કૂલ, માનસબલ ખાતે વિજેતાઓનું સન્માન કરાયું હતું.
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ભારતીય સેના દ્વારા શહીદ પીટીઆર શબ્બીર અહમદ મલિકની સ્મૃતિમાં હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. કમરિયા ગ્રાઉન્ડથી સૈનિક સ્કૂલ માનસબલ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં 237 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.. આ પ્રસંગે જીઓસી દ્વારા શહીદના પિતા ગુલામ હસન મલિકનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.. સેના પોલીસ અને સીઆરપીએફના સહયોગથી યોજાયેલી આ ઇવેન્ટમાં સ્થાનિક સમુદાયનો અદભૂત જોમ અને દેશભક્તિ જોવા મળી હતી.

