VIDEO: બાંદામાં રાંધણ ગૅસ માટે હાહાકાર: રાધેશ્યામ સોની ગૅસ એજન્સી પર ગ્રાહકોનો ભારે હોબાળો, કાળાબજારીના આક્ષેપ
સોર્સ : GSTV
VIDEO: બાંદામાં રાંધણ ગેસ માટે જનતા પરેશાન જોવા મળી રહી છે.. રાધેશ્યામ સોની ગેસ એજન્સી પર કાળાબજારીના આક્ષેપો સાથે ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. 24 કલાકમાં ડિલિવરી આપવાના વાયદા છતાં એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશના બાંદામાં રાધેશ્યામ સોની ગેસ એજન્સી પર રાંધણ ગેસ માટે હાહાકાર મચી ગયો છે.. સવારના 5 વાગ્યાથી ગ્રાહકો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે, છતાં તેમને 24 કલાકમાં ડિલિવરી મળવાના વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે.. ગ્રાહકોનો ગંભીર આરોપ છે કે ઘરગથ્થુ વપરાશ માટે અછત ઊભી કરીને હોટલો અને વ્યાપારિક એકમોમાં ગેસનું કાળાબજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે..

