VIDEO: વાડીનાર ટર્મિનલનો નવો સીમાચિહ્ન: 47 હજાર ટન ગૅસનો જથ્થો ઉતર્યો, દેશના રસોડા સુધી પહોંચશે ઈંધણ
VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટી પર એમટી જગ વસંત જહાજનું આગમન થયું છે.. આ વિશાળ જહાજ 47,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈને આવ્યું છે, જેનું એન્કરેજ પોઈન્ટ પર શિપ-ટુ-શિપ ટ્રાન્સફર કરવામાં આવશે.
ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે આટલા મોટા જથ્થામાં રાંધણ ગેસનું સીધું જહાજમાંથી જહાજમાં સ્થાનાંતર થવાથી વિતરણ વ્યવસ્થા વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા દ્રશ્યોમાં આ અત્યાધુનિક ઓપરેશનની ઝલક જોવા મળે છે.. વાડીનાર ટર્મિનલ તેના ઊંડા પાણી અને આધુનિક માળખાગત સુવિધાઓને કારણે આ પ્રકારના જટિલ ટ્રાન્સફર ઓપરેશન્સ માટે જાણીતું છે..47,000 મેટ્રિક ટન ગેસનો આ જથ્થો આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ઇંધણની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.. આ સફળ ઓપરેશન ગુજરાતના બંદરોની વધતી જતી ક્ષમતા અને વ્યવસ્થાપન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

