VIDEO: ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ: અડધું શહેર જળબંબાકાર, જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
સોર્સ : GSTV
VIDEO: ગુવાહાટીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા છે.. ધોધમાર વરસાદ ખાબકતા અડધું શહેર જળબંબાકાર બન્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું છે.
આસામના ગુવાહાટીમાં અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે.
ખાસ કરીને વ્યસ્ત ગણાતા બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. ડ્રેનેજ સિસ્ટમ જામ થવાને કારણે પાણીના નિકાલમાં વિલંબ થતાં સ્થિતિ વધુ વણસી રહી છે, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..

