Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Leave your smartphone, come to the field: Moradabad Municipal Corporation's unique experiment, increased attraction of indigenous games among the youth

VIDEO: સ્માર્ટફોન છોડો, મેદાનમાં આવો: મુરાદાબાદ નગર નિગમનો અનોખો પ્રયોગ, યુવાનોમાં દેશી રમતોનું આકર્ષણ વધ્યું

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મુરાદાબાદમાં હવે પ્રાચીન ભારતીય રમતોનો એક નવો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.. હવે શહેરના યુવાનો મેદાનમાં ગિલ્લી-ડંડા અને મલ્લખંભ જેવા પરંપરાગત ખેલમાં પોતાનું કૌશલ્ય બતાવતા નજરે પડશે.. આ સ્પોર્ટ્સ પાર્ક દ્વારા આપણા ભવ્ય વારસાને જીવંત રાખવાનો મુરાદાબાદ નગર નિગમનો એક અત્યંત પ્રશંસનીય અને અનોખો પ્રયાસ છે.

App Store

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નગર નિગમ દ્વારા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત રમતો તરફ વાળવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.. છેલ્લા છ મહિનાથી અહીં મેજર ધ્યાનચંદ ભારતીય ખેલ પદ્ધતિ પાર્કનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે..

આ સ્પોર્ટ્સ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય આજની આધુનિક પેઢીના બાળકો અને યુવાનોને ભારતની પ્રાચીન રમતો જેવી કે ગિલ્લી ડંડા, ખો-ખો, શતરંજ, ચૌસર, કલિયારપટ્ટુ અને મલ્લખંભ જેવી રમતોથી પરિચિત કરાવવાનો અને જાગૃતિ લાવવાનો છે..