VIDEO: અજમેરમાં 'ગરીબોના ફ્રીજ'ની ધૂમ માંગ: ગરમી વધતા માટીના માટલાંનું બજાર ગરમાયું, ગુજરાત અને જોધપુરી માટલાં આકર્ષણનું કેન્દ્ર
સોર્સ : GSTV
VIDEO: અજમેરમાં ગરમીનો પારો વધતા જ ગરીબોના ફ્રીજ ગણાતા માટીના માટલાંની માંગમાં ઉછાળો આવ્યો છે.. બજારોમાં ગુજરાત અને રાજસ્થાનના કલાત્મક તેમજ નળવાળા માટલાંઓની ધૂમ આવક જોવા મળી રહી છે. ફ્રીજના ઠંડા પાણીને બદલે કુદરતી ઠંડક અને સ્વાસ્થ્યપ્રદ ગુણોને કારણે લોકો ફરી એકવાર માટીના વાસણો તરફ વળ્યા છે.
રાજસ્થાનના અજમેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ બજારોમાં માટીના માટલાંની ધૂમ આવક શરૂ થઈ છે.. ખાસ કરીને ગુજરાત, જોધપુર અને બિયાવરની વિવિધ શૈલીના માટલાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં નળવાળા અને જોધપુરી સફેદ માટલાંની વધુ માંગ છે.. રૂપિયા 40થી 200 સુધીની કિંમતમાં ઉપલબ્ધ આ માટલાં કુદરતી રીતે પાણી ઠંડું અને શુદ્ધ રાખે છે.

