VIDEO: ઈન્દોરમાં ઘરના જ ઘાતકી! ભાજપના કાઉન્સિલરે પોતાની જ સરકારના તંત્ર સામે ખોલ્યો મોરચો
સોર્સ : GSTV
VIDEO: ઈન્દોરમાં ભાજપના કાઉન્સિલરે પોતાની જ સરકારના તંત્ર સામે મોરચો માંડ્યો છે.. મેટ્રો લાઇન નીચેના ગેરકાયદે હોર્ડિંગ્સ મુદ્દે રાજેન્દ્ર રાઠોડે અધિકારીઓ અને એડવર્ટાઇઝિંગ એજન્સી વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે.
ઈન્દોર મેટ્રો લાઇન નીચે લાગેલા ગેરકાયદે હોર્ડિંગ્સ સામે ભાજપના કાઉન્સિલર રાજેન્દ્ર રાઠોડે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે.. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને દીપક એડવર્ટાઇઝિંગ એજન્સી વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રાઠોડના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરીને લગાવવામાં આવેલા આ હોર્ડિંગ્સ શહેરની સુંદરતા બગાડે છે અને તંત્રની રહેમદ્રષ્ટિ હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે.

