Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Death ride in Saputara? Tourists' deadly stunt in Sarpaganga Lake, authorities in deep slumber!

VIDEO: સાપુતારામાં મોતની સવારી? સર્પગંગા તળાવમાં પ્રવાસીઓના જીવલેણ સ્ટંટ, તંત્ર ઘોર નિદ્રામાં!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ડાંગ જિલ્લાના સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓ જીવના જોખમે બોટમાં ઉભા રહીને સ્ટંટ કરી રહ્યા છે પણ તેમને રોકનાર કોઈ નથી. મજા ક્યારે મોતનો માતમ બની જશે તેની કોઈને ચિંતા નથી.

App Store

ડાંગના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓ દ્વારા જીવના જોખમે નૌકા વિહારનો વીડિયો વાયરલ થયો છે. બોટિંગ દરમિયાન પ્રવાસીઓ તળાવની મધ્યમાં ઊભા રહીને સેલ્ફી લેતા અને બાળકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તંત્રની ઘોર બેદરકારીને કારણે પ્રવાસીઓ સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષા રામભરોસે હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે, તો તેનો જવાબદાર કોણ હશે? તંત્રની આ નિંભર નીતિ સામે પ્રજામાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.