Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Destruction in the name of development in Halvad: Axe brutally used on giant trees on Sharaneshwar Road!

VIDEO: હળવદમાં વિકાસના નામે વિનાશ: શરણેશ્વર રોડ પર મહાકાય વૃક્ષો પર નિર્દયતાથી કુહાડી ચલાવાઈ!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: હળવદના શરણેશ્વર રોડ પર વિકાસના નામે પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે. માર્ગ વિસ્તરણ માટે વર્ષો જૂના મહાકાય વૃક્ષો પર નિર્દયતાથી કુહાડી ચલાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની આ અંધેર નીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે.

App Store

એક તરફ સરકાર એક પેડ મા કે નામ જેવા સૂત્રોથી જાગૃતિના નાટક કરે છે, તો બીજી તરફ હરિયાળીનો નાશ કરી કોંક્રિટના જંગલો ઊભા કરાઈ રહ્યા છે. પશુ-પક્ષીઓના આશ્રયસ્થાન સમાન આ તોતિંગા વૃક્ષોનું છેદન થતા પર્યાવરણપ્રેમીઓમાં ઘેરી વ્યથા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

વિકાસના આંધળા મોહમાં પ્રકૃતિના સંતુલન સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે. લોકોની લાગણીઓ દુભાવીને લેવાયેલા આ નિર્ણયથી હળવદની હરિયાળી છીનવાઈ રહી છે. શું તંત્ર પાસે વૃક્ષો બચાવીને રસ્તો પહોળો કરવાનો કોઈ વિકલ્પ નથી? જનતા હવે આરપારની લડાઈના મૂડમાં છે.