Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Bomb threat again in Ajmer, Rajasthan, security agencies on high alert due to mention of cyanide gas

VIDEO: રાજસ્થાનના અજમેરમાં ફરી બોમ્બની ધમકી, સાયનાઈડ ગૅસના ઉલ્લેખથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અજમેરમાં બોમ્બની ધમકીથી ફફડાટ ફેલાયો છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં 16 સાયનાઈડ બોમ્બ હોવાનો ઈ-મેઈલ મળતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાલ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

App Store

રાજસ્થાનના અજમેર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ છે. સવારે અગિયાર પચાસ વાગ્યે મળેલા એક ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઈડ ગૅસથી ભરેલા સોળ બોમ્બ મૂકવામાં આવ્યા છે, જે સવા બાર વાગ્યે બ્લાસ્ટ થશે. ધમકી મળતા જ સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને કોતવાલી પોલીસ સ્ટેશનની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ડેપ્યુટી પોસ્ટ માસ્ટર રમેશ પહેલવાણીના જણાવ્યા અનુસાર, અગાઉ પણ ત્રણથી ચાર વખત આવા ધમકીભર્યા મેઈલ મળ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જોકે, સાયનાઈડ ગૅસનો ઉલ્લેખ હોવાથી સુરક્ષા એજન્સીઓ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. હાલમાં પોલીસ ઈમેલના આઈપી એડ્રેસ દ્વારા તોફાની તત્વોને શોધી રહી છે અને પોસ્ટ ઓફિસની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.