Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Aviation revolution in Jewar: PM Modi inaugurates Noida International Airport, Asia's new aviation hub ready!

VIDEO: જેવરમાં ઉડ્ડયન ક્રાંતિ: પીએમ મોદીના હસ્તે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ, એશિયાનું નવું ઉડ્ડયન હબ તૈયાર!

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર પ્રદેશના જેવર ખાતે નવનિર્મિત નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ સાથે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓ બ્રજેશ પાઠક તેમજ કેશવ પ્રસાદ મૌર્યની ઉપસ્થિતિમાં એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.

App Store

આ એરપોર્ટ એશિયાના સૌથી મોટા એરપોર્ટ પૈકીનું એક બનવા જઈ રહ્યું છે, જે દિલ્હી-એનસીઆર  વિસ્તારમાં પરિવહન અને વેપારની ક્ષમતામાં મોટો વધારો કરશે.

વડાપ્રધાન અને મહાનુભાવોએ એરપોર્ટની આધુનિક સુવિધાઓ, પેસેન્જર ટર્મિનલ અને સ્થાપત્યની ઝલક નિહાળી હતી.. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સ અને રોજગારીની દ્રષ્ટિએ પણ ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે.. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા અને ગતિ શક્તિ મિશનના વિઝનને સાકાર કરે છે.. એરપોર્ટના ઉદ્ઘાટન બાદ હવે વિશ્વના નકશા પર જેવર એક મહત્વપૂર્ણ ઉડ્ડયન હબ તરીકે ઉભરી આવશે, જેનાથી પ્રાદેશિક જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ વધુ તેજ બનશે..