Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Threat to blow up Delhi Assembly with bomb: Emails arrive for third consecutive day, creating panic!

VIDEO: દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સતત ત્રીજા દિવસે ઈમેલ આવતા મચ્યો હડકંપ!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિલ્હી વિધાનસભાને સતત ત્રીજા દિવસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ ગૃહમાં આ માહિતી આપી

App Store

 દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે 24થી 26 માર્ચ દરમિયાન વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા અનેક ઈમેલ પ્રાપ્ત થયા છે. પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે. પોલીસની ટીમે વિધાનસભા પરિસરની તપાસ કરી હતી.

સ્પીકરે પોલીસને તપાસમાં વિલંબ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ મુદ્દો ગંભીર છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.વિધાનસભા સચિવાલયને સીસીટીવી કેમેરા અને કોમ્પ્યુટરાઈઝ્ડ એન્ટ્રી સિસ્ટમ દ્વારા વધુ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.